ગુજ્જુઓ આનંદો: રૂપાણી સરકાર વીજળી, શિક્ષણ અને આરોગ્યમાં મોટા લાભો આપવાની તૈયારી કરે છે

Tuesday, 20 Jul, 7.01 pm

ગુજરાતમાં શિક્ષણ,આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે પ્રજાને લાભ આપવા અને વધુને વધુ કામગીરી હાથ ધરવાની દિશામાં ગુજરાતની રુપાણી સરકાર આગળ વધી રહી છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકારે શિક્ષણ, ઉર્જા અને આરોગ્ય વિભાગને માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

ભાજપ સરકાર અને સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી ગુજરાતમાં ડિસેમ્બર ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગ પેસારો કરી 'આપ' ના ઉમેદવાર જીતી ગયા હતા. પરિણામે ભાજપને કોંગ્રેસ કરતા વધુ આપ નો ડર લાગવા લાગ્યો છે. જેમાં વિધાનસભા ચૂંટણીમાં 'આપ' ફેક્ટર ઘુસીના જાય તે માટે ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી છે.